નવા વર્ષના પહેલા જ દિવસે મોંઘવારીની થપાટ, રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં ધરખમ વધારો

નવા વર્ષમાં ગેસ સિલિન્ડર (LPG gas cylinder) ના ભાવમાં પણ વધારો થયો છે. હવે રસોડામાં ખાવાનું બનાવવાનું વધુ મોંઘુ પડશે. સતત પાંચમા મહિને એલપીજી ગેસ સિલિન્ડર (LPG gas cylinder) ના ભાવમાં વધારો થયો છે.

નવા વર્ષના પહેલા જ દિવસે મોંઘવારીની થપાટ, રાંધણ ગેસ સિલિન્ડરના ભાવમાં ધરખમ વધારો

નવી દિલ્હી: નવા વર્ષમાં ગેસ સિલિન્ડર (LPG gas cylinder) ના ભાવમાં પણ વધારો થયો છે. હવે રસોડામાં ખાવાનું બનાવવાનું વધુ મોંઘુ પડશે. સતત પાંચમા મહિને એલપીજી ગેસ સિલિન્ડર (LPG gas cylinder) ના ભાવમાં વધારો થયો છે. મહાનગરોમાં તેના ભાવમાં 21.50 રૂપિયા સુધીનો વધારો થયો છે. દિલ્હીમાં 19 રૂપિયાના વધારા બાદ ઘરેલુ એલપીજી સિલિન્ડરનો ભાવ 714 રૂપિયા થયો છે. વધેલા ભાવ આજથી લાગુ થયા છે. 

ભાવ વધ્યાં
આઈઓસીએલની વેબસાઈટ મુજબ દિલ્હીમાં આજથી 14.2 કિલોવાળા સબસિડીવગરના સિલિન્ડર માટે દિલ્હીવાળાઓએ 714 રૂપિયા ચૂકવવા પડશે. મુંબઈમાં સિલિન્ડરના ભાવ વધીને 684.50 રૂપિયા થયો છે. જ્યારે ચેન્નાઈમાં 14.2 કિગ્રાવાળા સિલિન્ડરનો ભાવ 734 રૂપિયા થશે. આ ઉપરાંત કોલકાતામાં ભાવ 747 રૂપિયા છે. 

19 કિલોવાળા સિલિન્ડરનો ભાવ પણ વધ્યો
19 કિલો સિલિન્ડરની કિંમત દિલ્હીમાં 1241 રૂપિયા થઈ છે. કોલકાતામાં 1308 રૂપિયા, મુંબઈમાં 1190 રૂપિયા અને ચેન્નાઈમાં તેના ભાવ 1363 રૂપિયા થયો છે. 

gas

ડિસેમ્બરમાં પણ વધ્યો હતો ભાવ
ગત મહિને ડિસેમ્બરમાં દેશની રાજધાની દિલ્હીમાં 14.2 કિલોના સબસિડીવગરના ગેસ સિલિન્ડરનો ભાવ 695 રૂપિયા થયો હતો. કોલકાતામાં તેના ભાવ 725.50 રૂપિયા હતો. જ્યારે મુંબઈ અને ચેન્નાઈમાં 14.2 કિલો સબસિડીવગરના સિલિન્ડરનો ભાવ ક્રમશ 665 અને 714 રૂપિયા હતો. 

ગત વર્ષ સરકારે આપી હતી રાહત
ગત વર્ષ મોદી સરકારે નવા વર્ષ પર એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં કાપ મૂકીને દેશવાસીઓને રાહત આપી હતી. તે વખતે સબસિડીવગરના ગેસની કિંમતમાં 120 રૂપિયા ઘટાડો કરાવામાં આવ્યો હતો. 

ચેક કરો અધિકૃત વેબસાઈટ
આ ઉપરાંત વધુ જાણકારી માટે તમે અધિકૃત વેબસાઈટ https://www.iocl.com/Products/IndaneGas.aspx) પણ ચેક કરી શકો છો. અહીં તમને તમામ શહેરોના ગેસ સિલિન્ડરના ભાવ જાણવા મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news